રીપોર્ટ@ડાંગ: મીઠી વાણીમાં ટેન્ડરથી કર્યો ભ્રષ્ટાચાર કે ટકાવારીનો ખેલ, શિક્ષણના કામોમાં એજન્સીનુ સેટિંગ્સ

 
Bhrstachar
ઠેકેદારની એજન્સી, રેટ, ઓક્શન પ્રક્રિયા બધું સેટ થયેલું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાને વિવિધ કામો હેઠળ મળેલી વહીવટી મંજૂરીઓ બાદ જે પ્રમાણે ખરીદીઓ થઈ તેમાં ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ છે. વહીવટી મંજૂરીઓ છૂટી તે પહેલાં અથવા તે દરમ્યાનથી માંડીને ટેન્ડર અને વર્ક ઓર્ડર સુધીનો ખેલ મીઠી વાણીમાં થયો છે. મીઠી વાણી સાથે એજન્સીના સેટિંગ્સના ખેલમાં ટકાવારી હેઠળ ખાયકીનો ખેલ પણ થઈ ચૂક્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના અનેક ટેન્ડરમાં ચોક્કસ ઠેકેદારને ઠેકો સેટ કરવા/કરાવવા થયેલા ખેલ સામે ખુદ અમલીકરણ પણ કંઈ કરી શકતાં ના હતા? આ સવાલ પણ ઉભો એટલા માટે થાય કે, કેમ રિવર્સ ઓક્શનમાં એજન્સીઓ વચ્ચે બનાવટી હરિફાઈ થાય ત્યારે એક જ વાત કરી કે, આગળથી બધું હોય છે. વાંચો ટેન્ડરમા મહા ભ્રષ્ટાચારનો મહા રીપોર્ટ.


ડાંગ જિલ્લામાં આયોજન અથવા ટીએસપી કે અન્ય કોઈ કચેરીએથી વર્ષે દહાડે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને વિવિધ કામો હેઠળ ગ્રાન્ટ કમ વહીવટી મંજૂરીઓ અપાય છે. જેમાં છેલ્લા 6થી 7 મહિના દરમ્યાન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા કરેલા ટેન્ડરમા ભ્રષ્ટાચાર આધારિત વેપારનો ખેલ થઈ ચૂક્યો છે. પૂર્વ આયોજિત હોવાથી મીઠી વાણીમાં શરૂ થયેલ સેટિંગ્સના આ વેપારમાં ઠેકો આપવા/અપાવવા મસમોટી અને અનેક જગ્યાએ ટકાવારીનો કાંડ થયો હતો. જ્યારે આ ડીપીઇઓ કચેરીએથી ઓનલાઇન ટેન્ડર થાય તે પહેલાં જ આ મીઠી વાણી ધરાવતાં ઠેકેદારની એજન્સી, રેટ, ઓક્શન પ્રક્રિયા બધું સેટ થયેલું હતુ. આ ટેન્ડરમાં રીતસર સેટિંગ્સથી વેપાર લેવા અને મોટી રકમ કમાઇ લેવા પારદર્શકતાને ગળે ટૂંપો આપ્યા બરાબર થયું હતુ. નામ માત્રની ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરની ટેન્ડર પ્રક્રિયા જાણવા તમે રિવર્સ ઓક્શન અને ત્રણેય એજન્સીઓના ભાવ ઓફર જાણો ત્યારે કાંડની ભયંકર દુર્ગંધ આવે છે. વાંચો નીચેના ફકરામાં.

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સરેરાશ ચારેક ટેન્ડર્સમાં મીઠી વાણી, મીઠી બોલી ધરાવતાં ઠેકેદારને વગર શોરૂમ, ગોડાઉન, ઉત્પાદન સેન્ટર કે કોઈ મોટું ટ્રેડિંગ સેન્ટર નહિ છતાં ભ્રષ્ટાચારનો લાખો કરોડોનો વેપાર આપ્યો/અપાવ્યો/લીધો હતો. આટલુ જ નહિ, આ મીઠી વાણીના ભ્રષ્ટાચારથી ભરેલા ટેન્ડર વિશે અવારનવાર ડીપીઇઓ દેશમુખને ધ્યાને મૂકવા છતાં કોઈ તપાસ કાર્યવાહી કરી નહિ પરંતુ અંતિમ ફોનમાં જણાવેલ કે, તમને ખબર જ હશે બધુ આગળથી આવતું હોય અને નેતાઓ હોય. શું આગળથી આવતું હોય એનો અર્થ વહીવટી મંજૂરીઓ પહેલા સેટિંગ્સ થાય છે? આ ડીપીઈઓ કચેરીના ભ્રષ્ટાચારથી ભરેલા વેપારી ટેન્ડરની જાણ ડીડીઓને કરવા અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ ડીડીઓએ ઈરાદાપૂર્વક વાત કરવાનું ટાળ્યું હતુ ત્યારે નવા મંત્રીમંડળના જાંબાઝ મંત્રીઓ જરા ડાંગના શૈક્ષણિક ટેન્ડરની તપાસ કરે તો કૌભાંડીઓને ખબર પડશે.