રીપોર્ટ@ડાંગ: 6 શાળાઓમાં લેબ સિસ્ટમ ખરીદીના 90 લાખના ટેન્ડરમા એજન્સીઓનું ભયંકર સેટિંગ્સ

 
Dang
કુલ 90 લાખની ગ્રાન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ડાંગ જિલ્લામાં વિકાસશીલ તાલુકાઓની યોજના હેઠળ આયોજન કચેરીથી અનેક કચેરીઓને વહીવટી મંજૂરીઓ અને ગ્રાન્ટ ફાળવી વિકાસ કામો કરાવાય છે. જોકે ગ્રાન્ટ અને વહીવટી મંજૂરીઓ આવ્યા બાદ ખરીદીમાં એટલે કે વેપારમાં ભયંકર હદે સેટિંગ્સ થતું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્ટેમ લેબ સિસ્ટમ સ્થાપિત કરવાના એક ટેન્ડરમાં એજન્સીઓનુ પૂર્વ આયોજિત સેટિંગ્સ થયાનું સપાટી ઉપર આવ્યું છે. બનાવટી ભાવ હરિફાઈ એટલે કે રિવર્સ ઓક્શન કરાવી બીડ વેલ્યુથી એકદમ નજીક વર્ક ઓર્ડર લેવા આપવાનો ખેલ થયો હતો. 6 શાળાઓમાં કુલ 90 લાખના ખર્ચના એક ટેન્ડરમાં માત્ર 19 હજાર જ રેટ કેવીરીતે ડાઉન થાય તે સૌથી મોટો સવાલ છે. આ પછી જાણ્યું તો ખબર પડી કે, એજન્સીઓનું કે વેપારી ત્રણેય એજન્સીઓ વચ્ચે નામ માત્રની આર.એ કરાવી બીડ કબજે કરે છે અને આવું કરતાં પહેલાં ખૂબ આગળથી તૈયાર થાય છે. વાંચો નીચેના ફકરામાં.

 

 

ડાંગ જિલ્લા આયોજને નાણાંકીય વર્ષ 2024-25 હેઠળ ડાંગ જિલ્લાની આહવા, મિલપાડા, કોયલીપાડા, ચિકાર, બરડીપાડા(સેજા) અને સુબીર સહિતની કુલ 6 પ્રાથમિક શાળામાં સ્ટેમ લેબ સિસ્ટમ આપવા વહીવટી મંજૂરીઓ આપી હતી. એક પ્રાથમિક શાળામાં 15 લાખ લેખે 6 શાળામાં કુલ 90 લાખની ગ્રાન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપી હતી. આ પછી ડાંગ ડીપીઇઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા થઈ ત્યારે ટેકનિકલ ચકાસણીને અંતે જે પ્રમાણે આર.એ થયું તે જોતાં મોટો ઘટસ્ફોટ થયો છે. એક જ વેપારીએ પૂર્વ આયોજિત કરી 3 એજન્સીઓ વચ્ચે બનાવટી ભાવ ઓફર કરાવ્યું અને ઈરાદાપૂર્વક એલ3 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યો હતો. આ દરમ્યાન એલ2 ના ભાવ 89.90 જ્યારે એલ1 ના ભાવ 89.81 લાખ રહ્યા હતા. તદ્દન બનાવટી ભાવ હરિફાઈ કરી/કરાવી એજન્સીઓના મિલીભગત કે એક જ વ્યક્તિના ઓપરેટથી વેપાર કબજે થયો હતો. વાંચો નીચેના ફકરામાં.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક વેપારી કે જે વર્ષોથી કોઈપણ દુકાન, ગોડાઉન કે ફેક્ટરી વગર રોજ દિવસ ઉગેને લેપટોપ લઈને ટેન્ડરના સેટિંગ્સ પાડવા નિકળી પડે છે. સામે પક્ષે અનેક એવી કચેરીઓ કે જેના અધિકારીઓ પણ આ સેટિંગ્સબાજ વેપારીની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. મીઠી વાણી ધરાવતો અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર લેપટોપના જોરે અને પછી થોડાં રાજકીય છેડા અડાવી આ વેપારી ટેન્ડરમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ કરવા ફરતો હોય છે. કેટલીક એજન્સીઓનો ઉપયોગ એકમાત્ર બનાવટી રિવર્સ ઓક્શન માટે કરવા માટે પણ થાય છે. આ વેપારી એટલો બાહુબલી બની ગયો અથવા બનાવી દેવામાં આવ્યો કે, ખુલ્લેઆમ કહે છે કે, ફલાણી કચેરીના ફલાણા ટેન્ડર આવશે જે આપડા જ છે. આટલા હદે સેટિંગ્સ પાડતો આ વેપારી ઇસમની અમલીકરણ અધિકારીઓ જ નહિ પરંતુ છેક આગળથી સેટઅપ હોવાની વાતને પણ અવગણી શકાય નહી.

કોણ છે એજન્સીનો માસ્ટર માઇન્ડ??

સૂત્રોએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતનો કોઈ અમિત વાણી નામનો એજન્ટ કમ ટેન્ડરનો વેપારી કચેરીઓમાંથી પડતાં ટેન્ડરનો સૌથી મોટો માસ્ટર માઇન્ડ છે. આ વેપારી ઈસમ એજન્સીનો પણ ભાડે રાખી વહીવટી મંજૂરીઓથી લઈને વર્ક ઓર્ડર સુધીની સેટિંગ્સનો ભેજાબાજ છે. સાયબર ફ્રોડમા જેમ બેંક એકાઉન્ટ ભાડે લેવાય છે તેમ આ અમિત વાણીએ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ટેન્ડરમા સેટિંગ્સનો ભરડો લીધો છે. કેટલાક અધિકારીઓ તો આ વાણીના જાણે ભગવાનની જેમ ફોટા રાખી બેફામ મલાઇ ખાઇ રહ્યા છે. આ લેબનો કોણે અને કેવીરીતે સૌથી ઉંચો ભાવ નક્કી કરાયો તેની તપાસ થાય તો મહા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી શકે છે. આ ભ્રષ્ટાચારીનો ખેલ તબક્કાવાર બહાર આવતો રહેશે.


જિલ્લા આયોજન અધિકારી મેડમે તપાસની જ ના પાડી બોલો


આયોજન અધિકારીની કચેરીએથી આવતી વહીવટી મંજૂરીઓ લગત સભ્ય સચિવ એવા જિલ્લા આયોજન અધિકારી પટેલ મેડમને ટેન્ડરમા સેટિંગ્સ થતાં હોવાની રજૂઆત કરતાં અમારે ના જોવાનું હોય કહીને તપાસથી હાથ અધ્ધર કર્યા હતા. આનાથી સમજી શકાય કે, રોજ ઊઠીને કાર અને લેપટોપ લઈ નિકળી પડતો આ વેપારી ટેન્ડર બહાર પડે તે પહેલા નિશાન પાર પાડતો હશે.