રીપોર્ટ@દાંતા: અકસ્માત જોઇ બાળકોનો ભય યથાવત, એકસાથે 96 ગેરહાજર

અટલ સમાચાર, મહેસાણા દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં થયેલા ગોઝારા અકસ્માતના દ્રશ્યો 5 દિવસ બાદ પણ બાળકો ભુલી શક્યા નથી. શાળા કમ્પાઉન્ડમાં બીજા ધોરણમાં ભણતી બાળકીના મોત બાદ ગામમાં આક્રોશ વચ્ચે મુંઝવણ યથાવત રહી છે. ભારે ગભરાહટને પગલે સતત પાંચમાં દિવસે પણ બાળકોની પાંખી હાજરી જોવા મળી છે. સરેરાશ 100 જેટલા બાળકો ગેરહાજર રહેતા હોઇ શિક્ષકો
 
રીપોર્ટ@દાંતા: અકસ્માત જોઇ બાળકોનો ભય યથાવત, એકસાથે 96 ગેરહાજર

અટલ સમાચાર, મહેસાણા

દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં થયેલા ગોઝારા અકસ્માતના દ્રશ્યો 5 દિવસ બાદ પણ બાળકો ભુલી શક્યા નથી. શાળા કમ્પાઉન્ડમાં બીજા ધોરણમાં ભણતી બાળકીના મોત બાદ ગામમાં આક્રોશ વચ્ચે મુંઝવણ યથાવત રહી છે. ભારે ગભરાહટને પગલે સતત પાંચમાં દિવસે પણ બાળકોની પાંખી હાજરી જોવા મળી છે. સરેરાશ 100 જેટલા બાળકો ગેરહાજર રહેતા હોઇ શિક્ષકો માટે ચિંતાનો વિષય બન્યો છે. શાળાના ઓરડાઓ બાળકો વિના અત્યંત શાંત બની ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દાંતા: અકસ્માત જોઇ બાળકોનો ભય યથાવત, એકસાથે 96 ગેરહાજર

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાની રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળામાં થયેલો અકસ્માત આકરો સાબિત થયો છે. કાર શીખતા શિક્ષિકા દ્રારા અકસ્માત સર્જાતા બાળકીનું મોત થયુ હતુ. જેનાથી ગત શનિવારથી શાળામાં સન્નાટો શરૂ થયો હતો. સોમવારે ગામલોકોના આક્રોશ અને માંગણીને પગલે શિક્ષણ વિભાગે યુધ્ધના ધોરણે કવાયત હાથ ધરી હતી. જોકે શાળામાં અકસ્માત જોઇ બાળકો હજુપણ ભયભિત હોઇ સતત પાંચમાં દિવસે 95થી વધુ બાળકો ગેરહાજર રહ્યા છે.

રીપોર્ટ@દાંતા: અકસ્માત જોઇ બાળકોનો ભય યથાવત, એકસાથે 96 ગેરહાજર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળામાં શરીર અને મન કંપાવી દે તેવો અકસ્માત થયા બાદ વાલીઓ ચિંતાગ્રસ્ત બન્યા છે. મુંઝવણ અને ભય વચ્ચે ગત શનિવારથી શરૂ કરીને આજે ગુરૂવાર સુધી મોટાભાગના બાળકોને શાળાએ મોકલતા નથી. અકસ્માતના બીજા દિવસથી શાળામાં એકસાથે 95થી વધુ બાળકો ગેરહાજરી આપી રહ્યા હોઇ 100 ટકા હાજરી કરવી અત્યંત મુશ્કેલ બની છે. શિક્ષક-શિક્ષિકાને સસ્પેન્ડ કરી આચાર્યને પણ કારણદર્શક નોટીસ આપી છતાં શાળામાં બાળકોનો ભય યથાવત રહ્યો છે.