રીપોર્ટ@ડેડીયાપાડા: ચૈતર વસાવાના ગઢમાં મોટું ભંગાણ, AAP-કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ બનવાનો છે. કારણ કે આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે.ભાજપે કોંગ્રેસ અને AAPમાં ગાબડું પાડ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ AAP-કોંગ્રેસમાં ભંગાણ પાડ્યું છે. ચિકદા તાલુકામાં રાજકીય પરિસ્થિતિમાં મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
આ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરીને સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે અને AAPમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ વધુ તેજ બની છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, આવી ઘટનાઓ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષોની તાકાત અને વ્યૂહરચનામાં અસર કરી શકે છે. ભાજપ માટે આ એક મજબૂતીનું સંકેત માનવામાં આવી રહ્યું છે, જ્યારે AAP માટે સંગઠન મજબૂત રાખવાનો પડકાર ઉભો થયો છે. 50 થી વધુ લોકો એ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે.

