આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લાના ડીસામાં બહારથી કોરોના વાયરસ લઇને સાત લોકો આવ્યા છે. જેની સૌથી મોટી અસર મૂળ રહીશોને થઇ શકે છે. અત્યાર સુધી ડીસા શહેરમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ પોઝિટીવ આવ્યા હતા. જોકે આજે ફરી અમદાવાદથી ડીસા આવતા ચાર લોકોને કોરોના પોઝિટીવ આવતા તાત્કાલિક અસરથી તમાને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના કુલ 69 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 7 કેસ નોંધાયા છે. જેમાં ડીસા શહેરમાં એક અને ગ્રામ્યમાં 2 સહિત આજે બીજા 4 કેસ નોંધાયા છે. મૂળ ડીસાના પણ વર્ષોથી ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયેલા ચાર લોકો આજે ડીસામાં આવે તે પહેલા તેમને કોવિડી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તમામને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસામાં બહારથી કોરોના લઇ આવેલા 7 લોકોની સૌથી મોટી અસર મૂળ રહીશોને થઇ શકે છે. મૂળ ડીસાના લોકો ધંધાર્થે સુરત અને વડોદરામાં સ્થાયી થયા હોઇ અને લોકડાઉન વચ્ચે પરત વતન આવતા તેમનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. જેમાં અત્યાર સુધી 7 લોકોનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના કુલ 69 કેસ નોંધાયા છે.

આજે નોંધાયેલ કેસની વિગત

  • ભવાની જબરરામ ગેહલોત,(ઉ.વ.17)
  • આશિષ રમેશભાઈ શાહ, (ઉ.વ.35)
  • રમીલાબેન રમેશભાઈ દોશી, (ઉ.વ. 62)
  • એકતાબેન અમિતભાઈ શાહ,(ઉ.વ 40)

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code