રીપોર્ટ@ડીસા: તેલ ઉત્પાદકોના ત્યાં ફૂડ વિભાગના દરોડા, અનેક સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે આજે સવારે ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલ ઉત્પાદકોને ત્યાં દરોડા કર્યા હતા. આજે તેલ ઉત્પાદન કરતાં વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ દ્રારા તપાસ હાથ ધરાઇ છે. તહેવારોને લઇ મોટાપાયે ખાદ્યતેલ ભેળસેળ કરાતી હોવાની સંભાવનાઓ વચ્ચે ફૂડ વિભાગને કાર્યવાહીને કારણે પંથકમાં તેલમાં મિલાવટ કરતાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. અટલ
 
રીપોર્ટ@ડીસા: તેલ ઉત્પાદકોના ત્યાં ફૂડ વિભાગના દરોડા, અનેક સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે સવારે ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલ ઉત્પાદકોને ત્યાં દરોડા કર્યા હતા. આજે તેલ ઉત્પાદન કરતાં વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ દ્રારા તપાસ હાથ ધરાઇ છે. તહેવારોને લઇ મોટાપાયે ખાદ્યતેલ ભેળસેળ કરાતી હોવાની સંભાવનાઓ વચ્ચે ફૂડ વિભાગને કાર્યવાહીને કારણે પંથકમાં તેલમાં મિલાવટ કરતાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ડીસા: તેલ ઉત્પાદકોના ત્યાં ફૂડ વિભાગના દરોડા, અનેક સેમ્પલ લેવાયા

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આજે ફૂડ વિભાગે અચાનક તેલ ઉત્પાદકોને ત્યાં દરોડા કર્યા હતા. ફૂડ વિભાગે તહેવારોને લઇ ચાર અલગ-અલગ ટીમો બનાવી વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક તેલ ઉત્પાદન કરતાં વેપારીઓને ત્યાંથી તેલ નમુના લેવામાં આવ્યા છે. આ તરફ તહેવારો નજીક હોવાથી શંકાસ્પદ તેલની સંભાવના વચ્ચે તંત્રની કાર્યવાહીથી ચકચાર મચી ગઇ છે.

રીપોર્ટ@ડીસા: તેલ ઉત્પાદકોના ત્યાં ફૂડ વિભાગના દરોડા, અનેક સેમ્પલ લેવાયા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે જિલ્લા ફૂડ અધિકારી ડી.જી.ગામીતની ટીમે શહેરના રિસાલા બજારમાં આવેલ વિજય એન્ડ કંપની, જૂની પોલીસ લાઇન વિસ્તારમાં આવેલ સત્ય વિજય એન્ડ કંપની તેમજ જીઆઈડીસી (બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા)માં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝ, રામદેવ ઇન્ડસ્ટ્રીઝ અને સવાઈ માર્કેટિંગ નામની તેલ મિલોમાંથી રાયડા અને સોયાબીન તેલના સેમ્પલો મેળવ્યા છે. આ સાથે સેમ્પલો લેબ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. જેમાં ચકાસણી બાદ જો કોઈ સેમ્પલમાં ભેળસેળ માલુમ પડશે તો દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.