રિપોર્ટ@દિલ્હી: સુપ્રીમકોર્ટે CM કેજરીવાલની અરજીઓની સુનાવણી પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી

 
Kejrival
કેજરીવાલને જવાબ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજીઓની સુનાવણી પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ ઉજજલ ભુયાનની બનેલી ખંડપીઠે સીબીઆઇને તેની કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી છે અને કેજરીવાલને જવાબ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે સીબીઆઇએ કાઉન્ટર એફિડેવિટ એક જ અરજીમાં દાખલ કર્યું છે અને અમને આ એફિડેવિટની નકલ ગુરુવારે સાંજે આઠ વાગ્યે મળી છે.

કેજરીવાલે આ કેસમાં સીબીઆઇની ધરપકડ અને જામીનના ઇનકારને પડકારતી બે અલગ અલગ અરજી દાખલ કરી છે. તેમણે દિલ્હી હાઇકોર્ટના પાંચ ઓગસ્ટના આદેશને પણ પડકાર્યો છે.આ દરમિયાન સીબીઆઇએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવતા જણાવ્યું હતું કે તેમની ધરપકડ કરવી જરૃરી હતી કારણકે તે એક્સાઇઝ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે પૂછવામાં આવતા પ્રશ્રોના જવાબમાં સહકાર આપી રહ્યાં ન હતાં અને તેઓ ઉડાઉ જવાબ આપી રહ્યાં હતાં.

સીબીઆઇએ ૨૬ જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. પાંચ ઓગસ્ટે દિલ્હી હાઇકોર્ટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી હતી. હાઇકોર્ટે નિયમિત જામીન મેળવવા માટે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવાનું કહ્યું હતું.