રીપોર્ટ@દિયોદર: માર્કેટયાર્ડનું મતદાન શરૂ, 2 બિનહરીફ થતાં 14 સીટો ઉપર જંગ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચુક્યુ છે. માર્કેટયાર્ડની કુલ 16 સીટમાંથી 2 સીટ બિનહરીફ થતાં 14 બેઠકો માટે મતદાનની પ્રક્રીયા શરૂ થઇ ચુકી છે. આજે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ સંસ્થાના મતદારો મતદાન કરશે. જોકે તેનું પરિણામ આવતીકાલે આવવાનું છે. આ તરફ
 
રીપોર્ટ@દિયોદર: માર્કેટયાર્ડનું મતદાન શરૂ, 2 બિનહરીફ થતાં 14 સીટો ઉપર જંગ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચુક્યુ છે. માર્કેટયાર્ડની કુલ 16 સીટમાંથી 2 સીટ બિનહરીફ થતાં 14 બેઠકો માટે મતદાનની પ્રક્રીયા શરૂ થઇ ચુકી છે. આજે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ સંસ્થાના મતદારો મતદાન કરશે. જોકે તેનું પરિણામ આવતીકાલે આવવાનું છે. આ તરફ વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરીયા અને ભાજપ તરફી ઇશ્વરભાઇ તરકની પેનલ સામસામે હોવાથી ચૂંટણી જંગ રસાકસીભર્યો બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દિયોદર: માર્કેટયાર્ડનું મતદાન શરૂ, 2 બિનહરીફ થતાં 14 સીટો ઉપર જંગ

બનાસકાંઠા જીલ્લાની દિયોદર માર્કેટયાર્ડની 14 સીટો માટે મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો વિભાગની 10 સીટ અને વેપારીની 4 સીટ માટે 28 ઉમેદવાર મેદાનમાં છે. ખેડૂત વિભાગમાં 1583, વેપારી વિભાગમાં 511નું મતદાન થશે. આ તરફ 96 મતદારો માટે હાઇકોર્ટનો આદેશ માન્ય રાખી અલગથી બુથ વ્યવસ્થા રાખી મતદાન કરાશે. આજે સવારે ઈશ્વર તરીકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતુ.

રીપોર્ટ@દિયોદર: માર્કેટયાર્ડનું મતદાન શરૂ, 2 બિનહરીફ થતાં 14 સીટો ઉપર જંગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદર માર્કેટયાર્ડમાં હાલ વર્તમાન ચેરમેન તરીકે કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભૂરીયા છે. જોકે કુલ 16 બેઠકોમાંથી તેલિબીયાં સંઘની બે બેઠકો બિનહરીફ થતાં હાલ 14 સીટો ઉપર મતદાન યોજાઇ રહ્યુ છે. આ સાથે વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરીયાએ પણ મતદાન કર્યુ હતુ. હાલ તો આવતીકાલે જાહેર થનારા પરિણામ ઉપર સૌ કોઇની નજર છે.