રીપોર્ટ@દિયોદર: ગંજબજારમાં ચેરમન-વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગત દિવસોએ દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જે બાદ 15 ઓક્ટોબરના રોજ મતગણતરી થતાં દિયોદર APMCની 16 પૈકી 14 બેઠકોમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિવર્તન પેનલના વિજેતા બન્યા હતા. જે બાદમાં આજે
 
રીપોર્ટ@દિયોદર: ગંજબજારમાં ચેરમન-વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગત દિવસોએ દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જે બાદ 15 ઓક્ટોબરના રોજ મતગણતરી થતાં દિયોદર APMCની 16 પૈકી 14 બેઠકોમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિવર્તન પેનલના વિજેતા બન્યા હતા. જે બાદમાં આજે માર્કેડયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેન-વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે ઇશ્વરભાઈ તરક જ્યારે વાઇસ ચેરેમન તરીકે પરાગભાઈ જોષીની વરણી થઈ છે. ચેરમેન-વાઇસ ચેરમેનના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ ચેરમેન અને વાઇસ ચેરમેને દિયોદર APMCના વિકાસમાં સહભાગી થવાની વાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 14 ઓક્ટોબરે ચૂંટણી બાદ 15 ઓક્ટોબરે મતગણતરી થતાં દિયોદર APMCની 16 પૈકી 14 બેઠકોમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિવર્તન પેનલના વિજેતા બન્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર અને બે બેઠકો પર તેલેબિયા સંધ ની બિનહરીફ થઈ હતી. જે 4+2=6 બેઠક શિવાભાઈ ભૂરિયા હસ્તગત થઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલની બહુમતીથી જીત થઈ હતી. ત્યાર બાદ આજે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની દિયોદર APMC ખાતે ચૂંટણી યોજાઈ હતી. સામા પક્ષે કોઈ ફોર્મ ના આવતા ભાજપ પ્રેરિત પરિવર્તના પેનલ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ હતી.