રીપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે પાકની નુકશાની પર ખેડૂતો માટે 350 કરોડનું પેકેજ જાહેર

 
મંત્રી
આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારે વરસાદના કારણે પાકની નુકશાની પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાહત પેકેજ માટે ખેડૂતોને 350 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં 9 જીલ્લાનાં 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે.350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. બિન પિયત ખેતી પાકના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 11 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પિયત પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22500 પ્રતિ હેક્ટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવશે.