રિપોર્ટ@દેશ: ચૂંટણીનાં પહેલા ચાર તબક્કામાં 66.95 ટકા મતદાન, 451 મિલિયન લોકોએ કર્યું મતદાન

 
મતદાન
ઊંચું મતદાન એ ભારતીય મતદાતાઓ તરફથી દુનિયાને ભારતીય લોકશાહીની તાકાતનો સંદેશ આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મતદાતાઓની સંખ્યામાં વધારો કરવા માટે પોતાની પહોંચના ભાગરૂપે ઇસીઆઈએ વિવિધ હસ્તક્ષેપો રજૂ કર્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ચૂંટણીઓ દરમિયાન મતદાતાઓને તેમનો મત આપવા માટે અપીલ કરવા અને પ્રોત્સાહિત કરવાનો છે.લોકસભા ચૂંટણી 2024માં મતદાન કેન્દ્રો પર અત્યાર સુધીમાં લગભગ 66.95% મતદાન થયું છે, સામાન્ય ચૂંટણીના પ્રથમ ચાર તબક્કા દરમિયાન આશરે 451 મિલિયન લોકોએ મતદાન કર્યું છે. ઇસીઆઈએ દરેક પાત્ર મતદાતા સુધી પહોંચવા માટે તેના લક્ષિત હસ્તક્ષેપોમાં વધારો કર્યો છે.

સીઈસી રાજીવ કુમારની આગેવાની હેઠળના પંચે ઇસી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સાથે મળીને પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા રાજ્યોના સીઇઓને તમામ મતદાતાઓને સમયસર મતદાર માહિતી સ્લિપનું વિતરણ કરવા અને આઉટરીચ પ્રવૃત્તિઓ વધારવાના નિર્દેશ આપ્યા છે. કમિશન દ્રઢપણે માને છે કે ભાગીદારી અને સહયોગ એ મતદાર જાગૃતિ કાર્યક્રમના આવશ્યક આધારસ્તંભ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “એ જોઈને ખરેખર આનંદ થાય છે કે, પંચની વિનંતી પર, વિવિધ સંસ્થાઓ, પ્રભાવકો અને નોંધપાત્ર પહોંચ ધરાવતી હસ્તીઓ પ્રો-બોનો ધોરણે ઉત્સાહપૂર્વક કામ કરી રહી છે.”

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઊંચું મતદાન એ ભારતીય મતદાતાઓ તરફથી દુનિયાને ભારતીય લોકશાહીની તાકાતનો સંદેશ આપશે. તેમણે તમામ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગ લઈને, મતદાનનો દિવસ રજાનો દિવસ નથી પરંતુ ગૌરવનો દિવસ ગણી મોટી સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો છે.