રીપોર્ટ@દેશ: ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લેશે, વડોદરામાં 'સરદાર ધામ'નું કરશે ઉદ્ધાટન

 
મોદી
ગાંધીનગરમાં મોટો સમારોહનું આયોજન યોજવાની વિચારણા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયને વધાવવા માટે દેશના વડાપ્રધાન ગુજરાતમાં મે માસમાં આવી રહ્યા છે. દેશના PM નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમન દરમિયાન આગામી 11 અને 12 મેના રોજ ભાજપ રોડ-શોનું આયોજન કરી શકે છે. ચૂંટણીના બીજા દિવસે જ ગુજરાત પ્રદેશ ભાજપ ખાતે આયોજિત ઔપચારિક ભોજન સમારંભમાં આ અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત નરેન્દ્ર મોદીની છવિને લીધે મળી છે. જેથી ભાજપ દ્વારા પીએમને અભિવાદન કે અભિનંદન રુપે આવકારશે. તેમજ ગાંધીનગરમાં મોટો સમારોહનું આયોજન યોજવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે રાજ્યભરમાંથી કાર્યકરો સમારોહમાં જોડાય તેવી યોજના બની શકે છે.ગુજરાત સરકાર દ્વારા સોમનાથ મંદિરના સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન જોડાયા હતા. ત્યારે હવે આવતા મહિનામાં સરદાર પટેલે સોમનાથનો જીર્ણોદ્વાર કરાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેને પગલે પીએમ મોદી સોમનાથ મંદિરમાં જશે. જેથી અહીં પણ એક કાર્યક્રમનું આયોજન કરાય તેવી શક્યતા છે. ઉપરાંત, વડોદરામાં પાટીદાર સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સરદાર ધામનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.