રીપોર્ટ@દેશ: PMના સંબોધન બાદ ગૃહમંત્રી અમિત શાહનો હૂંકાર, આતંકના આકાઓ પર થશે પ્રહાર

 
અમિતશાહ
પાકિસ્તાન તરફથી તણાવ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીનાં સંબોધન બાદ અમિતભાઈ શાહે ટ્વીટ કરી તેઓની પ્રતિક્રિયા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે X પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ કરે છે. જે આપણા દુશ્મનોનો નાશ કરે છે અને ભારતની ઢાલ છે. અમે આપણા સંરક્ષણના પ્રથમ હરોળ, BSF ના બહાદુર જવાનોને પણ સલામ કરીએ છીએ.

આપણા દળોની બહાદુરી આપણા ગૌરવશાળી ઇતિહાસમાં હંમેશા માટે અંકિત રહેશે. આપણા નિર્દોષ ભાઈઓના આત્માઓને ન્યાય અપાવવામાં તેમના અનુકરણીય નેતૃત્વ બદલ હું પીએમ મોદીને અભિનંદન આપું છું. તેમણે ઘણી વખત સાબિત કર્યું છે કે ભારતના કોઈ પણ દુશ્મન બક્ષવામાં આવશે નહીં. ‘ઓપેરશન સિંદૂર’ માં અમિતભાઈ શાહએ આંતરિક સુરક્ષાના એક એક પોઈન્ટ પર પળેપળની નજર રાખી રહ્યા હતા. તેમજ સતત BSF, CRPF અને બીજી પર મિલીટરી સાથે સંપર્કમાં હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના અર્ધલશ્કરી દળોના વડાઓ સાથે સતત તેઓ સંપર્કમાં હતા.

તેમજ અમિતભાઈ શાહે BSF અને CISF ના DG સાથેની વાતચીતમાં દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. ગૃહમંત્રીની બીએસએફ ડીજી સાથેની વાતચીતનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF તૈનાત છે અને ઘણી જગ્યાએ એવી માહિતી છે કે પાકિસ્તાન તરફથી તણાવ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઓપરેશન સિંદૂર હેઠળની સૈન્ય કાર્યવાહીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત હવે ચૂપ રહેશે નહીં અને દેશ ચોક્કસપણે તેના નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેશે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર એ અમારા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતનો યોગ્ય જવાબ છે. ભારત અને તેના નાગરિકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમજ મેં વડાપ્રધાન મોદીને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.