રીપોર્ટ@દેશ: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કેન્દ્ર સરકારની આજે સર્વપક્ષીય બેઠક, કયા મુદ્દા પર થશે ચર્ચા?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે જેમાં તમામ પક્ષોને પાકિસ્તાન સામે ભારતના લશ્કરી કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિત અન્ય પ્રધાનો પણ હાજર રહેશે.વિપક્ષ તરફથી ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર હોવાનું જાણવા મળે છે.
સરકારનો ઉદ્દેશ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર બધાને સાથે રાખવાનો છે. પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી કેન્દ્રોને તોડી પાડ્યા બાદ, તમામ પક્ષોએ સેનાના આ ઓપરેશનને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના વડાઓને હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે.જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ જણાવ્યું હતું કે, શાસક અને વિપક્ષી પક્ષોના તમામ અગ્રણી નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. કિરેન રિજિજુએ તેમના X પ્લેટફોર્મ પર સંસદ સંકુલમાં સ્થિત સમિતિ ખંડમાં સવારે 11 વાગ્યે પ્રસ્તાવિત આ સર્વપક્ષીય બેઠક વિશે માહિતી શેર કરી છે.બ્કેન્દ્ર સરકારે 8 મેના રોજ નવી દિલ્હીમાં તમામ પક્ષોની બેઠક બોલાવી છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા કરી શકાય. આ પહેલા 22 એપ્રિલે જ્યારે પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે કેન્દ્ર સરકારે બીજા દિવસે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને તમામ મુખ્ય નેતાઓને દેશની સુરક્ષા અને આગામી પગલા વિશે માહિતી આપી હતી.