રિપોર્ટ@દેશ: લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર, કહ્યું '400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા'

 
અખિલેશ
ઉત્તર પ્રદેશ ભાજપની સરકાર બનાવી, તે યુપી સાથે ભેદભાવ કરવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાનના સંબોધન પહેલાં આજે પણ રાષ્ટ્રપતિ અભિભાષણ પર સંસદના બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. 18મી લોકસભાની રચના બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે. લોકસભામાં રાહુલ ગાંધી બાદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, '400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા છે. જે દિવસે ગંગા સાફ થશે, કાશી પોતે ક્યોટો બની જશે. મોદીજીનું સ્માર્ટ સિટી માત્ર એક જુમલો છે. જુમલેબાજથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. પેપર લીક નહીં થાય તેની ખાતરી સરકાર ક્યારે આપશે?

તેઓએ જાતિ આધારિત વસ્તીગણતરીની વાત કરી અને સાથે જ અગ્નિવીર યોજનાને લઇને પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ‘હું પોતે સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અગ્નિવીર યોજનાના સહારે સીમા સુરક્ષા કરી શકાય નહી. ઈન્ડિયા બ્લોક જ્યારે પણ સત્તામાં આવશે, અગ્નિવીર યોજનાને સમાપ્ત કરવાનું કામ કરશે. તેમણે એમએસપીને લઇને કહ્યું કે જે માર્કેટ બનાવી શક્યા નહી, તે એમએસપીની લીગલ ગેરેન્ટી  શું આપશે.’

તેમણે ઓલ્ડ પેન્શન સ્કીમનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં ન હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ‘વણકરો માટે જૂની સરકારોની યોજનાઓ બંધ કરી દીધી છે. આ સરકારે યુવાનોને નોકરી આપી નથી. તેમની પાસેથી ઘણી નોકરીઓ છિનવી લીધી છે. એટલા માટે કહીશ કે તમારા રાજમાં ના તો નોકરી આશા છે ના તો રોજગારની. કારણ કે તમે નાના બિઝનેસને એટલો નાનો કરી દીધો છે કે તે ના તો રોજગા આપી શકે, ના તો રોજગાર ચલાવી શકે. કેટલીક નોકરીઓ આવે છે તો ઇંટીગ્રિટીના નામે સાથીઓને રાખવામાં આવે છે.

અનામતની સાથે જેટલો અન્યાય આ સરકારે કર્યો છે, એટલો બીજી કોઇ સરકારે કર્યો નહી હોય. જાણીજોઇને નોકરી આપવામાં આવતી નથી કારણ કે અનામત આપવી પડે. અખિલેશ યાદવે કહ્યું કે ‘જે ઉત્તર પ્રદેશ ભાજપની સરકાર બનાવી, તે યુપી સાથે ભેદભાવ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશમાં જે કોઈ એક્સપ્રેસ વે બન્યા છે, તે યુપીના બજેટમાંથી બન્યા છે. કેન્દ્રએ એક પણ એક્સપ્રે વે આપ્યા નથી. પીએમએ જે ગામને દત્તક લીધું હતું, તેની તસવીર બદલાઇ નથી. 10 વર્ષમાં એ જ કાચાં ઝૂંપડા અને તૂટેલા રોડ છે. તેમને નામ પણ યાદ છે કે નહી. નામ પૂછીને શરમમાં મૂકીશ નહી. જેને દત્તક લેવામાં આવે છે, તેને અનાથ છોડી દેવું સારી વાત નથી.’