રીપોર્ટ@દેશ: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં કરી મોટી જાહેરાત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
SIR વિવાદની વચ્ચે ચૂંટણી પંચે એલાન કર્યું છે કે, 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વોટર લિસ્ટનું SSR કરવામાં આવશે. આમા એવા રાજ્યો પણ સામેલ છે, જ્યાં આગામી વર્ષે વિાધાનસભા ચૂંટણી થવાની છે.ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા સહિત આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર લખ્યો છે, જેમાં આયોગે જણાવ્યું કે, એક જાન્યુઆરી 2027 પાત્રતા તિથિ માનવામાં આવશે.આ રિવીઝન અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત,કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મણિપુર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડૂ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં લાગૂ થશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તાજેતરમાં પૂર્ણ થઈ છે, ત્યાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR)નો કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે. આ રિવીઝન અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત,કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મણિપુર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડૂ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં લાગૂ થશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તાજેતરમાં પૂર્ણ થઈ છે, ત્યાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR)નો કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, SSRનો મુખ્ય હેતુ પાત્ર મતદારો, ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારાઓનાં નામ મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. આ ઉપરાંત, મતદાર યાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારા કરવા અને યાદીને વધુ ચોક્કસ બનાવવાનો પણ તેનો ઉદ્દેશ્ય છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 22 મે, 2027ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. બીજી તરફ, 60 સભ્યોની મણિપુર વિધાનસભા, 40 સભ્યોની ગોવા વિધાનસભા, 117 સભ્યોની પંજાબ વિધાનસભા અને 70 સભ્યોની ઉત્તરાખંડ વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખે પૂર્ણ થશે.જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 હેઠળ ચૂંટણી પંચને વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવાના છ મહિના પહેલાં ચૂંટણી યોજવાનો અધિકાર છે. બીજી તરફ, SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના મુદ્દે ચૂંટણી પંચ સામે વિપક્ષી INDIA ગઠબંધન અને કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.આ વિવાદને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરવામાં આવી છે. વિપક્ષી નેતાઓએ મતદાર યાદીમાં સુધારા કરવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે અને આ પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

