રિપોર્ટ@દેશ: ચૂંટણી પહેલા હરિયાણામાં અમિત શાહે કર્યું મોટું એલાન, જાણો વિગતવાર
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ભાજપનો એક માસ્ટર સ્ટ્રોક છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણામાં મોટું એલાન કર્યું છે. તેઓએ જણાવ્યું કે જો હરિયાણામાં જો ભાજપની સરકાર આવી તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6 હજારની જગ્યાએ 10 હજાર રૂપિયા મળશે. તેમજ આયુષ્માન ભારત યોજના હેઠળ જણાવ્યું કે 5 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયાનો ફાયદો આપવામાં આવશે.અંબાલામાં આજે તેમણે જણાવ્યું કે એકવાર ફરી ભાજપની સરકાર બનાવશો તો પીએમ કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને જે 6 હજાર આપવામાં આવે છે. તેની જગ્યાએ 10 હજાર આપવામાં આવશે.
સાથે જ આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ સુધી મફત ઈલાજ આપવામાં આવશે. અમિત શાહે આપેલા આ નિવેદનો ઘણા મહત્વના છે. કારણ કે કિસાન નિધિ યોજનાની રકમ જો વધારવામાં આવે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. કિસાન નિધિ યોજનાની રકમ વધારવામાં આવી તો ખેડૂતોની આવક પર સીધી અસર પડશે જેમાં તેમની આવક વધશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ભાજપનો એક માસ્ટર સ્ટ્રોક છે. કારણ કે હરિયાણામાં ખેડૂતોનો અમુક વર્ગ ભાજપથી નારાજ છે. ત્રણ કૃષિ કાયદા પછી અહીંયા પાર્ટી માટે પડકારો વધ્યા છે. જેથી અમિત શાહે ખેડૂતોને ખુશ કરવા માટે આ મોટું એલાન કર્યું છે.
આયુષ્માન ભારત યોજના મોદી સરકારની એક મોટી સ્કીમ છે. જો તેનો ફાયદો પણ બમણો કરવામાં આવશે તો ચૂંટણી પર તેની અસર જોવા મળશે. જોકે હરિયાણામાં ચૂંટણીને લઈને ભાજપનો સંકલ્પ પત્ર સામે આવ્યો છે. જેમાં મોટા એલાન કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં દરેક મહિલાઓને લાડો લક્ષ્મી યોજના અંતર્ગત દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા 50 હજારથી વધુ યુવકોને રોજગાર આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.