રિપોર્ટ@દેશ: અમિત શાહ 22, 23 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, હોમગાર્ડ ફોર્સના વડાઓની કોન્ફરન્સ યોજાશે

 
અમિત શાહ

અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના તમામ રાજ્યોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની કોન્ફરન્સ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ફરન્સને ખુલ્લી મુકશે. 14મી ઓલ ઈન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 22 અને 23 ઓક્ટોમ્બર એમ બે દિવસ દરમિયાન કોન્ફરન્સ યોજાશે. દેશના તમામ રાજ્યોમાંથી નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 60થી વધુ અધિકારીઓ અને 1200 જેટલા દળના જવાનો હાજર રહેશે.

ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ 2024 અને મોડલ હોમગાર્ડ બિલ અંગે ચર્ચા થશે. દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ 4.5 લાખ હોમગાર્ડ જવાનો અને 6 લાખ નાગરિક સંરક્ષણ દળના સભ્યો છે. નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ભારત સરકારના DG વિવેક શ્રીવાસ્તવએ જણાવ્યું કે, હોમગાર્ડ જવાનોને માનદ વેતન મોડું મળી રહ્યું છે. જે કેટલાક કારણોસર અમે સમયસર એમને વેતન આપી શકતા નથી. રાજ્યમાં હવે હોમગાર્ડનો પગાર સમયસર થશે. હોમગાર્ડનો પગાર 10 તારીખ પહેલા થાય તે કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે પણ એક મહિનાથી વધુ કોઈપણ જગ્યાએ હોમગાર્ડનો પગાર બાકી નથી. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 ઓક્ટોબરને લઈ અનેક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક દિવસના પ્રવાસની રૂપરેખા જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જે અંતર્ગત પ્રવાસની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદથી શરૂ કરવાના છે. આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ અને ત્રિભોવન પટેલના બર્થ એનિવર્સરી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.