રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, વિદેશમાંથી 32મો એવોર્ડ મળ્યો

 
મોદી
નોર્વેમાં મળ્યું સર્વોચ્ચ સન્માન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. નોર્વેએ તેમને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. તેમને નોર્વેના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે.નોંધપાત્ર વાત એ છે કે, આ વિવિધ દેશો તરફથી પ્રધાનમંત્રી મોદીનું 32મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

તેમની આ વૈશ્વિક સ્વીકૃતિ પાછળ છેલ્લા એક દાયકાની સખત મહેનત અને મજબૂત વિદેશ નીતિ જવાબદાર છે. 2014 માં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીએ વિશ્વના વિવિધ દેશો સાથેના સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ૨૦૧૬માં સાઉદી અરેબિયાએ તેમને 'કિંગ અબ્દુલ અઝીઝ સેશ' થી નવાજ્યા હતા, જે અખાતી દેશો સાથે ભારતના સુધરતા સંબંધોની શરૂઆત હતી. ત્યારબાદ રશિયાએ તેમનું સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ' આપીને ભારતને પોતાનું સાચું મિત્ર ગણાવ્યું હતું.

પીએમ મોદીને માત્ર લોકશાહી દેશો જ નહીં પરંતુ ઈસ્લામિક દેશોએ પણ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનો આપ્યા છે, જેમાં યુએઈ, પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન અને બહેરીનનો સમાવેશ થાય છે. 2025 નું વર્ષ પણ પીએમ મોદી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ફળદાયી રહ્યું હતું. મોરેશિયસ, શ્રીલંકા, સાયપ્રસ અને બ્રાઝિલ જેવા દેશોએ પીએમ મોદીના વૈશ્વિક નેતૃત્વની નોંધ લઈને તેમને સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. મળેલા પુરસ્કારો પણ એટલા જ મહત્વના છે.

2018 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મળેલો 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ અને સિયોલ શાંતિ પુરસ્કાર દર્શાવે છે કે પીએમ મોદીનું વિઝન માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. ઈઝરાયેલમાં મળેલો તાજેતરનો 'સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ' એ પીએમ મોદીની આ લાંબી અને પ્રભાવશાળી વૈશ્વિક સફરનું 29 મું મહત્વનું સોપાન છે.