રિપોર્ટ@દેશ: અરવિંદ કેજરીવાલે ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર મામલે કેન્દ્ર પર કર્યા પ્રહાર

 
કેજરીવાલ
અંતિમ સંસ્કાર રાજઘાટ પર ન કરવા પર આમ આપ એ સવાલ ઉઠાવ્યા

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયા. તેમના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. આજે કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરાયા છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરાયા. તેના પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવતા હતા. શીખ સમાજે આવનારા, સમગ્ર દુનિયામાં જાણીતા, 10 વર્ષ ભારતના વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ ન આપી શકી.'એવામાં મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર ન કરવા પર આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર ન કરતા નિગમબોધમાં કરવાને શીખ સમુદાયનું અપમાન ગણાવ્યું છે.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યાના મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, 'દુર્ભાગ્યની વાત છે કે અમારે આ વિશે વાત પણ કરવી પડી. આ દર્શાવે છે કે સરકારની વિચારસરણી કેટલી ક્ષુદ્ર છે. હું પીએમ નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે તમે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે રાજઘાટ સંકુલમાં જગ્યા આપવા કેમ તૈયાર નથી? આ ભાજપની વિચારસરણી છે. તેઓ પોતાને સૌથી સંસ્કારી પાર્ટી કહે છે, મને એવા ભૂતપૂર્વ વડાપ્રધાનનું નામ કહો જેમના અંતિમ સંસ્કાર નિગમબોધમાં કરવામાં આવ્યા હતા.