રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી અને ઈલોન મસ્કની મુલાકાત બાદ મોટી જાહેરાત, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કીમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્ક સાથેની બેઠક ફળી છે. વિશ્વની ટોચની બીજા ક્રમની ઈવી કંપની ટેસ્લાના માલિક મસ્કે ભારત માટે વિસ્તરણ યોજના રજૂ કરતાં મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના લિંક્ડઈન પેજ પર વિવિધ 13 કેટેગરી માટે 2000થી વધુ ભરતી કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકામાં ટેસ્લાના માલિક ઈલોન મસ્કને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથેની બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેં ઈલોન મસ્ક સાથે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના વિઝન સાથે ભારતના વિવિધ ક્ષેત્રે સુધારાઓ વિશે ચર્ચા કરી હતી.
ટેસ્લા પાવર ઈન્ડિયાએ હાલમાં જ જૂની બેટરીઓની જાળવણી અને સમારકામ કરી વેચવા પોતાની બેટરી બ્રાન્ડ રિસ્ટોર લોન્ચ કરી હતી. જે હેઠળ તે 2026 સુધીમાં દેશભરમાં રિસ્ટોર બ્રાન્ડના 5000 સ્ટોર શરૂ કરશે. ટેસ્લા પાવર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કવિન્દર ખુરાનાએ જણાવ્યું હતું કે, ભારતમાં બિઝનેસ વિસ્તરિત કરવાના ભાગરૂપે અમે ઈનોવેશન મારફત ટકાઉ લક્ષ્યો મેળવવા પ્રતિભાશાળી વ્યક્તિઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો ઉપયોગ કરવા માગીએ છીએ. અમારી ટીમમાં નવી પ્રતિભાઓનું સ્વાગત કરતાં આ મિશનને વેગ આપવા સક્ષમ છીએ.
ટેસ્લા દ્વારા ઓફર કરવામાં આવેલી 2000 નોકરીઓમાં ઓછામાં ઓછી પાંચ નોકરી દિલ્હી અને મુંબઈમાં છે. મુંબઈમાં કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજર, ડિલિવરી ઓપરેશન્સ સ્પેશ્યાલિસ્ટ જેવા પદ માટે વેકેન્સી છે.ભારત દ્વારા ઈ કારની આયાત પર ઊંચા ટેરિફના કારણે ટેસ્લા ઓટો સેગમેન્ટમાં ભારતમાં પ્રવેશી શકી નથી. જો કે, પોલીસીમાં મોટા ફેરફારોના કારણે ભારતમાં આગામી સમયમાં ટેસ્લા ઈવી સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ નોંધાવે તેવી શક્યતા જોવા મળી છે. ભારતે મોંઘીદાટ કારની આયાત માટે પોતાની બેઝિક કસ્ટમ ડ્યૂટી 100 ટાકથી ઘટાડી 70 ટકા કરી છે. જેના લીધે સ્થાનિક બજારોમાં ઈવી કંપનીઓ 41.5 અબજ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે.