રીપોર્ટ@દેશ: સેવા તીર્થમાં પહેલી કેબિનેટમાં ગુજરાતને લઈને મોટી જાહેરાત, ₹1067 કરોડના ફેઝ-2B પ્રોજેક્ટને મંજૂરી

 
કેબિનેટ

12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી 

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે 12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તાર કરવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેની જાહેરાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતના અમદાવાદમાં મેટ્રો નેટવર્ક વિસ્તારવામાં આવશે. આ ફેઝ 2B નેટવર્ક હવે ગિફ્ટ સિટી થી IIT ગાંધીનગરના શાહપુર સુધીનું હશે. જેના અંદાજિત કિલોમીટર 3.3 કિમી છે. જેનો અંદાજિત ખર્ચ 1067 કરોડ થશે, ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ વિસ્તાર થવાથી લાખો મુસાફરોને ફાયદો થશે. આ નવી મેટ્રો લાઇન 3.3 કિમી લાંબી હશે.

આ રૂટ પર 3 નવા એલિવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે. જેનો અંદાજિત ખર્ચ 1067 કરોડ થશે.

ગિફ્ટ સિટી હાઉસ (GIFT City House)

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (Gujarat Biotechnology University)

શાહપુર (જે IIT ગાંધીનગરની નજીક છે)

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 4 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે.આ લાઇન કાર્યરત થતાની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિમી થી વધુ લાંબુ થઈ જશે.