રીપોર્ટ@દેશ: ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા ઈન્ડસ્ટ્રી પર 100 ટકા ટેરિફ લાદતાં ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ફટકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા ઈન્ડસ્ટ્રી પર 100 ટકા ટેરિફ લાદતાં ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. ભારતની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકાથી વધુ હિસ્સો અમેરિકાનો છે. આ સિવાય કિચન કેબિનેટ પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ટ્રકની આયાત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત સહિત આશરે 10 દેશોના વેપારને નુકસાન થશે.ફાર્મા ઈન્ડસ્ટ્રી પર 100 ટકા ટેરિફની અસર ભારત સહિત 10 દેશો પર થશે. 2024માં અમેરિકામાં કુલ 234 અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ થઈ હતી. અમેરિકાને સૌથી વધુ નિકાસ આયર્લેન્ડ કરે છે.
ભારતમાંથી જેનરિક દવાની કુલ નિકાસમાંથી 41 ટકા નિકાસ અમેરિકામાં થાય છે. સ્વિટ્ઝરલેન્ડ અને જર્મની પણ અમેરિકામાં ફાર્મા પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે. જેણે હવે અમેરિકાને વધુ ટેક્સ ચૂકવવો પડશે. સિંગાપોર, ભારત, બેલ્જિયમ, ઈટલી, ચીન, બ્રિટન અને જાપાન પણ ટેરિફ ઈફેક્ટનો ભોગ બનશે. ભારતની કુલ ફાર્મા નિકાસમાં અમેરિકાનો ફાળો બહુમૂલ્ય છે. ભારત અમેરિકામાં 13 અબજ ડોલરની ફાર્મા નિકાસ કરે છે. જે અમેરિકાની કુલ નિકાસના 6 ટકા છે. 2024માં ભારતે અમેરિકાને 8.73 અબજ ડોલરની નિકાસ કરી હતી. જે ભારતની કુલ નિકાસના 31 ટકા છે. ભારતની બ્રાન્ડેડ અને પેટન્ટ કરતાં જેનરિક દવાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. જેથી ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રી પર 100 ટકા ટેરિફની સીધી અસર થશે નહીં. પરંતુ ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, લુપિન, અને ઓરબિંદો જેવી ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટેરિફના કારણે બ્રાન્ડેડ દવાઓના ભાવ બમણા થશે.
કેન્સર અને વજન ઘટાડતી દવાઓ મોંઘી બનશે. જેનાથી મેડિકલ ખર્ચ વધશે. ટેરિફથી બચવા માટે ભારતીય કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપિત કરવા વિચારી શકે છે. જેનાથી તેના પર આર્થિક બોજો વધશે. અમેરિકાને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં 115.5 અબજ ડોલરની વેપાર ખાધ આવી છે. વર્ષ 2026માં આ વેપાર ખાધ ઘટાડવા માટે ટ્રમ્પે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ફાર્મા સેક્ટરમાં વિશ્વનું ટોચનું આયાતકાર અને બીજું સૌથી મોટું નિકાસકાર છે.