વેપાર@દેશ: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે MCX પર સોનાના વાયદા ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે IBJAના ખુલતા ભાવમાં પણ સોનું જોરદાર ગગડ્યું અને ચાંદી પણ પછડાઈ. સોનાના ભાવમાં આ ઘટાડો મજબૂત ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાના કારણે જોવા મળ્યો છે. જ્યારે રોકાણકારોનું ધ્યાન સંભવિત US-ઈરાન શાંતિ સમજૂતિથી સંલગ્ન ડેવલપમેન્ટ પર બની રહ્યું છે.MCX ગોલ્ડ ઓગસ્ટ ફ્યૂચર્સ 0.66 ટકા ગગડીને 1,59,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. જ્યારે MCX સિલ્વર જુલાઈ ફ્યૂચર્સ 266979 પ્રતિ કિલોગ્રામ પર ફ્લેટ હતું.
આજે 24 કેરેટ સોનાના ભાવમાં 864 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 155599 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. લાસ્ટ કારોબારી દિવસે ભાવ 156463 પર બંધ થયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 450 રૂપિયા જેટલો પ્રતિ કિલો સામાન્ય ઘટાડો નોંધાયો છે અને ભાવ આજે 262900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે લાસ્ટ કારોબારી દિવસે 263350 પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે IBJAના ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. સોના અને ચાંદીના ભાવ દિવસમાં બેવાર બહાર પડે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર દિવસોમાં ભાવ જાહેર કરવામાં આવતા નથી. વાયદા બજારમાં સવાર સવારમાં સોનું અને ચાંદી બંને ગગડ્યા હતા પરંતુ ચાંદીમાં ધીરે ધીરે રીકવરી જોવા મળી. વાયદા બજાર MCX પર 5 જૂનના વાયદાવાળું 10 ગ્રામ સોનું બપોરે 12.15 કલાકે 0.79 ટકા ગગડીને 159647 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 3 જૂલાઈના વાયદાવાળી એક કિલો ચાંદી 0.05 ટકાના વધારા સાથે 267119 રૂપિયાના સ્તરે જોવા મળી.

