રિપોર્ટ@દેશ: ભાજપના મંત્રીના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું, શું કહ્યું? જાણો

 
Rajkaran
આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરની આદિવાસી સમાજ વિશેની ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં હોબાળો મચ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા, ભારતીય આદિવાસી પાર્ટી  સાંસદ રાજકુમાર રોતે મદન દિલાવરના નિવેદનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે ભાજપે હવે આવી ટિપ્પણીના પરિણામ ભોગવવા પડશે. નિવેદન પર વધતાં વિવાદને જોતા મદન દિલાવરે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

રાજસ્થાનના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતાં સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે. સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે મદન દિલાવરે અમારા પર આરોપ લગાડવા જેવી ભાષા વાપરી છે તે આદિવાસી સમુદાયનું અપમાન કરનારી છે. મારે તેમને એટલું જ કહેવું છે કે બીએપીથી હેરાન થઇને તમે આવા પાયાવગરના નિવેદનો કરી રહ્યા છો. તમે જે નિવેદન આપ્યું તે સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક પડકાર છે. હવે નક્કી જ ભાજપે તેના કારણે ભોગવવાનો વારો આવશે.