રિપોર્ટ@દેશ: કેન્દ્રસરકાર NEETના ચાલી રહેલા વિવાદને લઈને કરશે ઉચ્ચસ્તરીય બેઠક, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

 
એક્ષામ

ચર્ચા કરેલ સુધારા આગામી પરીક્ષા ચક્રમાં અમલમાં મુકવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે કેન્દ્ર સરકારની 7 સભ્યોની સમિતિ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પારદર્શિતા અને કામગીરી પર નજર રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. શિક્ષણ મંત્રાલયના એક સૂત્ર તરફથી આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.NTA દ્વારા પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને નિષ્પક્ષ સંચાલન સુનિશ્ચિત કરવા માટે, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય બેઠકની રચના કરી છે.

7 સભ્યોની આ કમિટીનું નેતૃત્વ ઇસરોના ભૂતપૂર્વ વડા ડો. કે. રાધાકૃષ્ણન અને ડો. રણદીપ ગુલેરિયા, પ્રોફેસર બી.જે. રાવ, પ્રોફેસર રામામૂર્તિ કે., પંકજ બંસલ, આદિત્ય મિત્તલ, ગોવિંદ જયસ્વાલ કરશે. સૂચિત સુધારાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સમિતિ NTAની નિષ્પક્ષ કામગીરી અંગે ચર્ચા કરશે. આ બેઠક દરેક સ્તરે કર્મચારીઓને સ્પષ્ટ ભૂમિકાઓ અને વધુ સારી જવાબદારી આપવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમિતિએ બે મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો છે. ચર્ચા કરેલ સુધારા આગામી પરીક્ષા ચક્રમાં અમલમાં મુકવામાં આવશે. સમિતિએ પરીક્ષા દરમિયાન પેપર સેટ અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત હાલના સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાની રહેશે.