રિપોર્ટ@દેશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 1470 કરોડ રૂપિયા ખર્ચે 65 માર્ગોનું થશે મજબૂતીકરણ

688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન કરાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે એક હજાર 470 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. 688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન- મજબૂતીકરણ થશે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે.
આ ફાળવણી અન્વયે 83 કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે. તેમજ 173 કિલોમીટર રસ્તાની લંબાઈ 10 મીટર સુધી પહોળી કરાશે. આ કામ સાથોસાથ 432 કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ કરાશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. માર્ગોના મજબૂતીકરણ અને અપગ્રેડેશન માટે નાણાં ફાળવણીની મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે ભવિષ્યમાં ઉદ્યોગો માટે રો-મટીરીયલ, ફિનિશ્ડ પ્રોડક્ટસ તેમજ મુખ્ય અને ગૌણ ખનિજોના આવા-ગમનની સરળતામાં વધારો થતાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે.688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન કરાશે.
1470 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઔદ્યોગિક-ક્વોરી વિસ્તારને જોડતા માર્ગોનું અપગ્રેડેશન કરાશે. ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 688 કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે. ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.