રિપોર્ટ@દેશ: પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહાર

 
રાહુલ
કોંગ્રેસે વડાપ્રધાન મોદીને 'ઇન્ફ્લેશન મેન' ગણાવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાની સાથે જ સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સીએનજીનો નવો ભાવ ₹79.09 પર પહોંચી ગયો છે.

આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને 'ઇન્ફ્લેશન મેન' ગણાવ્યા છે.કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે.