રીપોર્ટ@દેશ: કોંગ્રેસના RSS પર પ્રહાર, 'જે દેશભક્ત હતા તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા તે સંઘમાં ગયા'

 
Rss
RSSનો એક પણ નેતા આઝાદીની લડાઈમાં જેલમાં ગયો નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં દાવો કર્યો હતો કે, સંઘના નેતાઓ આઝાદીની લડાઈ દરમિયાન જેલમાં ગયા હતા. ત્યારે આ નિવેદનને લઈને કોંગ્રેસે આકરો પ્રહાર કર્યો છે અને વડાપ્રધાનના દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ‘જ્યારે 1942માં અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન શરુ થયું, ત્યારે આખો દેશ જેલમાં જઈ રહ્યો હતો, પરંતુ આરએસએસ આ આંદોલનને દબાવવામાં અંગ્રેજોને મદદ કરી રહ્યું હતું.’કોંગ્રેસે એમ પણ કહ્યું કે, તે વખતે તમામ મોઢે એક નારો હતો અને તે હતો ‘જે દેશભક્ત હતા, તેઓ યુદ્ધમાં ગયા, જેઓ ગદ્દાર હતા, તેઓ સંઘમાં ગયા.’

પાર્ટીએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘આરએસએસ એક એવું સંગઠન છે જેનો એક પણ નેતા આઝાદીની લડાઈમાં જેલમાં ગયો નથી. આ સંગઠન મહાત્મા ગાંધી, ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા દેશભક્ત અને ક્રાંતિકારીઓને અરાજકતાવાદી ગણાવીને બ્રિટિશ શાસનની તરફેણમાં કામ કરતું હતું. આરએસએસે 100 વર્ષના તેના ઇતિહાસમાં એવું એક પણ કામ કર્યું નથી, જેનાથી દેશને કોઈ ફાયદો થયો હોય.’ આઝાદીની લડતમાં આરએસએસની ભૂમિકાને લઈને ચાલી રહેલા આ વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઘણી વખત સંઘ પર પ્રહારો કરી ચૂક્યા છે.

આજે દેશને રાષ્ટ્રવાદના મૂળાક્ષરો શીખવતા RSSએ 1925માં તેની સ્થાપના પછી કોઈપણ બ્રિટિશ વિરોધી ચળવળમાં ભાગ લીધો નથી. જ્યારે કોંગ્રેસ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ અને અન્ય ક્રાંતિકારી સંગઠનો પર વારંવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે બ્રિટિશ શાસને ક્યારેય આરએસએસ પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો. તેના કોઈપણ સ્વયંસેવકોને ક્યારેય જેલમાં મોકલવામાં આવ્યા ન હતા.

કોંગ્રેસે કહ્યું કે, આરએસએસએ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ભાગલા પાડીને દેશના બે ટુકડા કરાવ્યા. આ તે સંગઠન છે, જેના હાથ મહાત્મા ગાંધીના લોહીથી રંગાયેલા છે. આ તે સંગઠન છે, જેના કહેવાતા બહાદુર સભ્યો બ્રિટિશરો માટે બાતમીદાર હતા.સ્વતંત્રતા બાદ RSSએ બંધારણનો પણ અસ્વીકાર કર્યો હતો. બંધારણ સભામાં RSSએ એક પણ પ્રતિનિધિ મોકલ્યો ન હતો. આનાથી ગુસ્સે થઈને RSSના નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધીને તેમની હત્યા કરી દીધી. આજે પણ RSSનો એક જ એજન્ડા છે - દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ ભડકાવીને સત્તા કબજે કરવી, સંસ્થાઓ પર કબજો કરવો અને નફરત ફેલાવવી. RSS દેશની મોટાભાગની સમસ્યાઓનું મૂળ છે. જે દિવસે આ સંગઠન દેશને આગ લગાડવાનું અને નબળું કરવાનું બંધ કરશે, તે દિવસે અડધાથી વધુ સમસ્યાઓનો ઉકેલ આવી જશે.