રિપોર્ટ@દેશ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જશે અમેરિકા પ્રવાસે, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

 
રાહુલ ગાંધી

રાહુલ ગાંધી 8થી 10 સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. તેમની આ મુલાકાત 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેઓ 8થી 10 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. 8 સપ્ટેમ્બરે અમેરિકાના ડલાસમાં રહેશે. ડલાસમાં તેઓ ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં રહેશે. ડલાસમાં તે ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરશે.

હાલમાં જ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ માહિતી આપી હતી કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના 3 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. વાસ્તવમાં પીએમ મોદીના ન્યૂયોર્ક પ્રવાસ પહેલા જ રાહુલ અમેરિકા જશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8થી 10 સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે તેવી માહિતી મળી રહી છે. તેમણે કહ્યું, 'જ્યારથી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે, 32 દેશોમાં હાજરી ધરાવતી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે, મારા પર ભારતીય ડાયસ્પોરા, રાજદ્વારી, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓનું દબાણ આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઘણા લોકો રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે વિનંતીઓનું પૂર આવ્યું છે.