રીપોર્ટ@દેશ: રાહુલ ગાંધીની કોલકતા સહિતની બે રેલીને મંજુરી ન મળતા વિવાદ, જાણો વિગતે
કોંગ્રેસે તેના માટે મમતા સરકારને દોષીત ગણાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબકકાના મતદાનનો પ્રારંભ થનાર છે તે પુર્વે જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કોલકતા સહિતની બે રેલીને મંજુરી ન અપાતા વિવાદ સર્જાયો છે અને તેનાથી રાહુલ ગાંધીને તેમનો પશ્ચિમ બંગાળ પ્રવાસ જ રદ કરવાની ફરજ પડી છે. કોંગ્રેસે તેના માટે મમતા સરકારને દોષીત ગણાવી હતી. પરંતુ તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું કે તંત્ર હાલ પુર્ણ રીતે ચુંટણીપંચના અંકુશ હેઠળ છે અને સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી રાહુલ ગાંધીની કોલકતા સહિતની રેલી માટે મંજુરીની રાહ જોવામાં આવી હતી. પરંતુ તે મળી ન હતી.
આ ઉપરાંત માલદા અને મુર્સીદાબાદમાં પણ રાહુલ ગાંધી સભા કરવાના હતા. અહી કોંગ્રેસે મોટી વ્યવસ્થા કરી હતી પરંતુ છેલ્લી ઘડી સુધી મંજુરી મળી ન હતી. ચુંટણીપંચે બચાવ કર્યો કે આ પ્રકારની રેલી માટે બે થી સાત દિવસ પહેલા અરજી કરવાની હોય છે અને તે મુજબ મંજુરી અપાઈ છે. રાહુલ ગાંધીને શા માટે મંજુરી ન અપાઈ તે અંગે તેમણે મૌન સેવ્યુ હતું.

