રિપોર્ટ@દેશ: આજે યોજાનાર CCS બેઠક પર દેશની નજર, PM મોદી આજે લઈ શકે છે મોટો નિર્ણય

 
વડાપ્રધાન મોદી
બેઠકમાં વધુ વ્યૂહાત્મક અને નીતિગત નિર્ણયો લઈ શકાય 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પહેલગામમાં થયેલા હિન્સક આતંકવાદી હુમલા બાદ, ભારતની રાજકીય અને સૈન્ય સ્તરે સક્રિયતા ગતિશીલ થઈ ગઈ છે. હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આજે, 30 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વડા મંત્રી મંડળની મહત્વપૂર્ણ બેઠક અને સંરક્ષણ બાબતોની સમિતિની બેઠક યોજાવાની છે. બંને બેઠકમાં આંતરિક સુરક્ષા, પાકિસ્તાન સામેની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

વડાપ્રધાને ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતીય સશસ્ત્ર દળોને આતંકવાદ સામે “મજબૂત અને જોરદાર પ્રહાર” માટે સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપી દીધી છે. હવે જોવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં આ છૂટને લઈ વધુ વ્યૂહાત્મક અને નીતિગત નિર્ણયો લઈ શકાય છે. જેમાં આઈએસઆઈ આધારિત આતંકી સંસ્થાઓ પર સીધો પ્રહાર અથવા PoK સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવી શકાય છે. અત્યાર સુધીમાં ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, અટારી સરહદ બંધ કરવી અને પાકિસ્તાની વિઝા રદ કરવી જેવા પગલાં લીધા છે.

આજે વધુ આર્થિક કે વ્યાપારિક પ્રતિબંધોની જાહેરાત થઈ શકે છે.PoKમાં આવેલી આતંકી ઠેકાણાઓ સામે એરસ્ટ્રાઇક જેવી કાર્યવાહી પર નિર્ણય લેવાઈ શકે છે. CCS બેઠકમાં સૈન્યના વડાઓ તે માટે તૈયારીઓ અંગે રિપોર્ટ આપી શકે છે.ભારત સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોને પાકિસ્તાનના આતંકવાદી ષડયંત્રોના પુરાવા આપી દબાણ વધારવાની યોજના બનાવી શકે છે.દેશમાં ખાસ કરીને કાશ્મીરમાં સુરક્ષા વધારવાની તથા આતંકી સાળસગીઓ ઉપર તવૈયત કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ શકે છે.ભારત હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મૌન રહેવાનું નથી અને આતંકી હુમલાનું જવાબદારીપૂર્વક પ્રતિસાદ આપવા માટે તૈયાર છે.