રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીને લોકસભામાં હંફાવનારા દિગ્ગજની અટકાયત, જાણો મામલો વિગતે

 
રાજકારણ
કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસે દેશમાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે મોટાપાયે દેખાવો કર્યા હતા. આ દેખાવોમાં પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય પણ જોડાયા હતા. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા. પોલીસે સજ્જડ દેખાવોનું નેતૃત્વ કરવા બદલ તેમની અટકાયત કરી હતી.

કોંગ્રેસ નેતા અજય રાયે આરોપ મૂક્યો કે પરીક્ષામાં ટેક્નિકલ ગરબડ થઈ છે. અયોગ્ય સાધનોનો પણ ઉપયોગ કરાયો છે. ભાજપ શાસિત યુપી, બિહાર, ગુજરાત તથા હરિયાણામાં નીટની પરીક્ષામાં ગરબડ કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેનાથી સંપૂર્ણ પરીક્ષા જ આશંકાઓ વચ્ચે ઘેરાઈ છે. ભાજપ શાસિત રાજ્યોમાં યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે. અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.