રીપોર્ટ@દેશ: ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, 'ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોટા અકસ્માતોમાંનો એક હોઈ શકે'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે તેને ભયાનક અકસ્માત ગણાવ્યો અને કહ્યું કે, જો મદદની જરૂર હોય તો તેઓ તાત્કાલિક મદદ પૂરી પાડવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે, આ ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોટા અકસ્માતોમાંનો એક હોઈ શકે છે. તેમણે કહ્યું વિમાન દુર્ઘટના ભયંકર હતી. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે, જો અમે કંઈ મદદ કરી શકીએ તો અમને જણાવો. તે એક મોટો દેશ છે. એક મજબૂત દેશ. તેઓ તેને સંભાળી લેશે, મને ખાતરી છે. પરંતુ મેં તેમને કહ્યું કે, જો અમે કંઈ કરી શકીએ તો અમે તરત જ ત્યાં પહોંચીશું.
તેમણે કહ્યું, તે એક ભયંકર અકસ્માત હતો. એવું લાગે છે કે, મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા છે. કદાચ કેટલાક લોકો બચી ગયા હશે.કોઈને ખબર નહોતી કે આવું થઈ શકે છે.આ સાથે આગળ કહ્યું અમે વિમાન જોયું. તે બરાબર ઉડતું હોય તેવું લાગતું હતું. એવું લાગતું ન હતું કે કોઈ વિસ્ફોટ થયો છે. એવું લાગતું હતું કે, એન્જિનો કદાચ પાવર ગુમાવી ચૂક્યા છે. આ એક ભયંકર અકસ્માત છે. આ ઉડ્ડયન ઇતિહાસના સૌથી ખરાબ અકસ્માતોમાંનો એક છે. અમદાવાદ એરપોર્ટ પરથી 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયું. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા બોઈંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા.