શિક્ષણ@દેશ: લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ

 
ધોરણ ૧૦ પરિણામ
12મા ધોરણના વિદ્યાર્થીઓએ થોડી વધુ રાહ જોવી પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં પુરુ કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકે છે.

આ વખતે પણ વિદ્યાર્થીનીઓ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ-Phase-2’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.