રિપોર્ટ@દેશ: ગુજરાતના 10 લોકો કુવૈતમાં ફસાયા, અટકાયત કરી હોવાનો પરિવારજનોનો દાવો

 
અટકાયત

ગુજરાતના 10 લોકો જે વિજયનગરના દઢવાવ વિસ્તારના છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના 10 લોકો કુવૈતમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક પરિવારજનોનો દાવો છે કે, તેમની અટકાયત કરવામાં આવી છે. તો એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે 10 લોકોને પકડવામાં આવ્યા છે, તે કુવૈતમાં બકરી ઈદની રજાના પ્રસંગે અન્ય સગા સંબધીઓને મળવા માટે પહોંચ્યા હતા.523 જેટલા ભારતીયોને કુવૈતમાં અટકાયત કરવામાં આવી હોવાનો પરીવારજનોએ દાવો કર્યો છે. જેમાં ગુજરાતના 10 લોકો જે વિજયનગરના દઢવાવ વિસ્તારના છે.

 

વિજયનગરના દઢવાવમાં રહેતા તેમના પરિવારજનોનું કહેવું છે, કે તેમની સાથે તેઓને વાત પણ કરવા દેવામાં આવતી નથી. ત્યાંથી આ અંગેની તસ્વીરો અને ફૂટેજ પણ પરિવારજનોને યેનકેન પ્રકારે મોકલવામાં આવતા મળ્યા છે. અટકાયત કરવામાં આવી છે, તે લોકોમાં કેટલાક બીમારીઓથી પીડિત છે. જેથી આવી સ્થિતિમાં જલદીથી તેઓના પરિવારજનોને મુક્ત કરવામાં આવે એવી માંગ કરી છે. આ માટે સ્થાનિક સાંસદ શોભનાબેન બારૈયા સહિત સ્થાનિક નેતાઓને પણ રજૂઆતો કરવામાં આવી છે.