રીપોર્ટ@દેશ: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ, ટેક્સપેયર્સ, ખેડૂતો અને યુવાઓ માટે આ બજેટમાં શું ખાસ હશે, તેના પર સમગ્ર દેશની નજર છે.આજે જે 1 ફેબ્રુઆરી છે, જે દેશની આર્થિક પ્રગતિનું પ્રતિબિંબ પાડતો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે.
આ બજેટમાં આર્થિક વૃદ્ધિ અને નાણાકીય સંતુલન વચ્ચે તાલમેલ બેસાડવાનો મોટો પડકાર સરકાર સામે છે. આર્થિક સર્વેમાં આગામી વર્ષ માટે 7% ના વિકાસ દરનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરે છે. શેર બજારના રોકાણકારોને સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે NSE અને BSEએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રવિવારનું બજાર સામાન્ય ટ્રેડિંગ દિવસો જેવું જ રહેશે. આનો મતલબ છે કે તમે બજેટ ભાષણ દરમિયાન પોતાની વ્યૂહનીતિ બનાવી શેર બજારમાં સોદો કરી શકો છો.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્તવ્ય ભવન પહોંચી ગયા છે. નાણા મંત્રાલય હવે અહીં શિફ્ટ કરી દેવામાં આવયું છે. નિર્મલા સીતારમણની સાથે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ જોવા મળ્યા હતા. સામાન્ય જનતા અને ખાસ કરીને પગારદાર વર્ગ માટે આ બજેટ ખૂબ મહત્વનું છે. નિષ્ણાતો માને છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં બહુ મોટા ફેરફારની શક્યતા ઓછી છે, કારણ કે વર્ષ 2025માં જ ટેક્સ સિસ્ટમમાં મોટું રીસેટ કરવામાં આવ્યું હતું. છતાં, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં મામૂલી વધારો થવાની આશા છે. સરકારનું ધ્યાન ટેક્સના દરો ઘટાડવાને બદલે કર અનુપાલનને સરળ બનાવવા પર હોઈ શકે છે.વિકસિત ભારતના રોડમેપને ધ્યાનમાં રાખીને સરકાર રોજગાર યોજનાઓ પર મોટું રોકાણ કરી શકે છે.
'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ' નો વિસ્તાર કરવામાં આવી શકે છે, જેમાં વય મર્યાદા 21-24 થી વધારીને 18-30 વર્ષ કરવામાં આવી શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીગત ખર્ચમાં વધારો કરીને નવા રોજગારના અવસરો ઉભા કરવાનું સરકારનું લક્ષ્ય રહેશે.સરકાર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલો મુજબ, મનરેગાના સ્થાને નવું 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન' લોન્ચ કરવાની તૈયારી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના બજેટમાં બે આંકડામાં વધારો થઈ શકે છે, જેથી ગ્રામીણ માંગને મજબૂતી આપી શકાય. PMAY-G અને ગ્રામ સડક યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવી શકે છે.

