રિપોર્ટ@દેશ: દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની આજે જન્મજયંતિ, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

 
મોદી
1999માં તેમની સરકાર 1 વૉટથી પડી ગઇ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ છે. દિલ્હી સ્થિત તેમની સમાધિ સદૈવ અટલ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો.16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન હતા. તેમને 27 માર્ચ 2025ના રોજ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એક લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- 25મી ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા માટે સુશાસનનો મજબૂત દિવસ છે. તેઓ એક રાજનેતાની જેમ ઉભા રહ્યા અને લોકોને પ્રેરણા આપી. તેઓએ આગળ લખ્યું- અટલ બિહારી વાજપેયીએ હૉર્સ ટ્રેડિંગ નથી કર્યું. ગંદા રાજકારણના રસ્તે ચાલવાને બદલે 1996માં રાજીનામું આપવાનું પસંદ કર્યું હતુ. 1999માં તેમની સરકાર 1 વૉટથી પડી ગઇ હતી.

અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. સૌથી પહેલા તેઓ 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ 1998માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. સાથી પક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે, 1999 માં 13 મહિના પછી ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ.13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ વખતે તેમણે 2004 સુધીનો કાર્યકાળ પૂપીએમ હતો.