રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત, 2હજાર વાહનો ફસાયા, ફ્લાઇટ રદ

 
હિમવર્ષા
પહાડી વિસ્તારોમાં શીતલહેર અને ભારે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું છે. સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. અનંતનાગમાં 2 હજારથી વધારે વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ-હાઇવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને જોડતા જોજિલા પાસનું તાપમાન 25 સેલ્સિયસ ડિગ્રી રહ્યું. ખરાબ સિઝનના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. જેના કારણે 5 ફ્લાઇટ રદ કરવી પડી હતી.શુક્રવારે શ્રીનગર, ગાંદરબલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનના પહેલાં અઠવાડિયે હિમવર્ષા શરૂ થઈ.

પ્રદેશના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ખરાબ સિઝનમાં પોતાનો બચાવ કરવા અને સતર્ક રહેવા કહ્યું છે. તેઓએ કહ્યું કે, અનંતનાગના ડેપ્યુટી કમિશનર પાસેથી હાલની સ્થિતિની અપડેટ લીધી છે. હાઇવે પર ફસાયેલા ટૂરિસ્ટ અને તેમના વાહનોને કાઢવાનો પ્રયાસ શરૂ છે. ભારે વાહનોને આગળ જવલાની મંજૂરી મળી રહી છે, પરંતુ હલકા અને પર્યટક વાહનોને નીકાળીને સુરક્ષિત ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે. 1 થી 5 જાન્યુઆરીની વચ્ચે કાશ્મીરમાં અમુક જગ્યાએ થોડી હિમવર્ષા થઈ શકે છે. શનિવારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીતલહેર અને ભારે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણને જોતા ચમોલીમાં તમામ સરકારી, બિન સરકારી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના 6 પહાડી જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે લાહોર-સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લૂ, શિમલા, કિન્નોર માટે આવનાર 24 રવાર સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદના કારણે અટલ ટનલ રોહતાંગ સુધી વાહનોની અવર-જવર ફરી બંધ કરી દેવામાં આવી છે. શિમલાને રામપુરથી જોડનારો નેશનલ હાઇવે-5, છરાબડા, ફાગૂ લપસણો બની ગયો છે. નારકંડાની પાસે રસ્તા બ્લોક છે. સેન્જમાં શિમલા માટે વાહન વ્યવહારને લુહરી/સુન્ની રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે કિન્નૌર અને લાહોર-સ્પીતિ જિલ્લામાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા અને અમુક જગ્યાએ ભારે હિમવર્ષાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.