રીપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

 
અમિતસાહ
બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. તેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહ તથા વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે.

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તથા બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. તેમજ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદીઓને પણ વિકાસ ભેટ આપશે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે. થલતેજમાં 861 EWS આવાસનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. તથા ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. તથા નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે અને નવા વાડજમાાં 350 EWS આવાસનું લોકાર્પણ કરશે. સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં અમિતભાઈ શાહ ભાગ લેશે.