રીપોર્ટ@દેશ: મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવાઈ મુસાફરી પર, ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, હજારો મુસાફરો અટવાયા

 
હવાઈ મુસાફરી
28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ભારતમાં મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ. કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઇ. મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે 'ઓવરસ્ટે પેનલ્ટી' (દંડ માફ કરી દીધી છે. બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે.