રીપોર્ટ@દેશ: રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીએ કહ્યું, 'લોકોનું સપનું થશે સાકાર, રોજિંદી વસ્તુઓ થશે સસ્તી'

 
મોદી
પીએમ મોદીએ જીએસટીમાં સુધારાને લઈને દેશવાસીઓને શુભેચ્છા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં GST સુધારાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, GSTએ સમગ્ર દેશ માટે એક સમાન વ્યવસ્થા બનાવી છે. વન નેશન વન ટેક્સું સપનું સાકાર થયું છે. રિફોર્મએક સતત ચાલનારી પ્રક્રિયા હોય છે. જ્યારે સમય બદલાય છે, દેશની જરૂરિયાતો બદલાય છે, તો નેક્સ્ટ જનરેશન રિફોર્મની પણ જરૂર પડે છે.GSTના નવા સ્વરૂપમાં મુખ્યત્વે 5 અને 18 ટકાના ફક્ત બે સ્લેબ હશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. જે વસ્તુઓ પર પહેલા 12% ટેક્સ લાગતો હતો, તેમાંથી 99% વસ્તુઓ હવે 5%ના ટેક્સના દાયરામાં આવી ગઈ છે. 

તેઓએ વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓ ખરીદવી જોઈએ. આપણા રોજિંદા જીવનમાં એવી ઘણી વિદેશી વસ્તુઓ ભાગ બની ગઈ છે. આપણે તેમાંથી મુક્ત થવું જોઈએ. આપણે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે આપણા દેશના યુવાનોની મહેનતને પ્રતિબિંબિત કરે. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું જોઈએ.પ્રધાનમંત્રી મોદીએ જીએસટીમાં સુધારાને લઈને દેશવાસીઓને શુભેચ્છા આપી. તેમણે દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું કે કાલથી દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમારી બચત વધશે અને તમે તમારી પસંદગીની વસ્તુઓ ખરીદી શકશો.

જીએસટી બચત ઉત્સવથી સમાજના બધા વર્ગને લાભ થશે. તેમણે કહ્યું કે નવરાત્રિના પહેલા દિવસે જીએસટી રિફોર્મ્સ લાગુ થઈ રહ્યા છે. તેનાથી દેશમાં બચત ઉત્સવ હશે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને યાદ છે કે 2014માં જ્યારે દેશ મને પ્રધાનમંત્રી પદની જવાબદારી સોંપી હતી ત્યારે શરૂઆતમાં વિદેશી અખબારમાં છપાયેલું હતું. તેમાં એક કંપનીની મુશ્કેલીઓનો ઉલ્લેખ હતો. તેમણે કહ્યું કે કંપનીનું કહેવું હતું કે જો તેણે પોતાનો માલ બેંગાલુરુથી 570 કિલોમીટર દૂર હૈદરાબાદ મોકલવાનો હોય તો એટલો મુશ્કેલ છે કે તેમણે આના પર વિચાર કર્યો. અને કહ્યું કે કંપની પહેલાં બેંગાલુરુથી પોતાનો માલ યૂરોપ મોકલે અને પછી તે માલ યૂરોપથી હૈદરાબાદ મોકલે.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સુધારો એક સતત પ્રક્રિયા છે. જેમ-જેમ સમય બદલાય છે અને દેશની જરૂરિયાચો બદલાય છે. આગામી પેઢીના સુધારા પણ તેટલાં જ જરૂરી છે. આ નવા જીએસટી સુધારા દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના સપનાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા સ્વરૂપમાં હવે માત્ર 5 ટકા અને 18 ટકાના ટેક્સ સ્લેબ હશે.