રિપોર્ટ@દેશ: 10 બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લાગશે જોરદાર આંચકો, જાણો વિગતે

 
પેટા ચૂંટણી

બિહારની એક સીટ વિપક્ષી ગઠબંધન જીતી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યસભાના 10 સભ્યો નીચલા ગૃહમાં પહોંચ્યા છે. ઉપલા ગૃહમાં ખાલી પડેલી 10 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભા સચિવાલય દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ માટે એક મોટા રાહતના સમાચાર એ છે કે રાજ્યસભામાં ભાજપની આગેવાની હેઠળના એનડીએનું સંખ્યાબળ વધવા જઈ રહ્યું છે.વાસ્તવમાં જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં હાલમાં ભાજપ-એનડીએની સરકાર છે.

કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થવનું છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને દીપેન્દ્ર હુડ્ડા લોકસભા ચૂંટણી જીત્યા છે. કેસી વેણુગોપાલ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે હુડ્ડા હરિયાણાથી રાજ્યસભાના સભ્ય છે. હરિયાણા અને રાજસ્થાન બંને રાજ્યોમાં ભાજપની બહુમતી છે. રાજ્યસભાની ખાલી પડેલી 10માંથી સાત બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે બે સીટ છે, જ્યારે આરજેડી પાસે એક સીટ છે. બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાંથી બે-બે બેઠકો ખાલી છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાસે રહેલી બે બેઠકો પર પણ ભાજપનો વિજય થવાનો છે. આ બંને બેઠકો હરિયાણા અને રાજસ્થાનની છે.

મહારાષ્ટ્ર અને આસામમાં ભાજપ પોતાના સહયોગી દળો સાથે સરકાર ચલાવી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે. બિહારની બે સીટમાંથી એક સીટ NDA અને એક સીટ I.N.D.I.A ગઠબંધનને મળી શકે છે. જો કે બિહારમાં જો એક સીટ I.N.D.I.A ગઠબંધન જીતે તો પણ ભાજપ 10માંથી 9 બેઠક પર કબજો કરી શકે છે.