રીપોર્ટ@દેશ: ઈઝરાયલે બેરુતમાં તબાહી મચાવી, કુવૈત-બહેરીનમાં ભયાનક હુમલા

 
હુમલા
અમેરિકાએ ઈરાનના 1000 થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે. ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી.જોક

હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યો હતો જેના દૃશ્યો સામે આવ્યા છે. ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. IRGCનો દાવો છે કે તેમણે કુવૈતનું 'અલી અલ-સલેમ' એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, UAEમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ AWS ના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે. બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના 9 મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો કે આ ઓપરેશન આગામી 4 અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અત્યાર સુધી અમેરિકાએ ઈરાનના 1000 થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.

ઈઝરાયલી સેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેહરાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક હોસ્પિટલ અને ઈરાનના સરકારી ટીવી મુખ્યાલયને નુકસાન થયું છે જેના કારણે ટીવી પ્રસારણ બંધ થઈ ગયું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમે આતંકી શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું અને તે અમે કરીને જ રહીશું."ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. તેમણે અમેરિકન યુદ્ધ જહાજ 'USS અબ્રાહમ લિંકન' પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું છે, અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે. અમેરિકા, સાઉદી અરેબિયા, UAE, કતાર અને કુવૈત સહિત 7 દેશોએ ઈરાનના મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે.