રીપોર્ટ@દેશ: નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં મોટો વિસ્ફોટ, અનેક લોકોના મોત

 
ઘટના
વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં મોટો વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં અનેક લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે. આ વિસ્ફોટ સ્વિસ શહેર ક્રેન્સ મોન્ટાનામાં એક બારમાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે. વિસ્ફોટ પછી બારમાં આગ લાગતા તેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. સ્વિસ પોલીસની બચાવ ટીમો તેમને બારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે.

નવા વર્ષના દિવસ નિમિત્તે આ બારમાં પાર્ટીઓ ચાલી રહી હતી અને વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી. જેને પગલે અનેક લોકોના મોત થયાની આશંકા છે. સ્વિસ પોલીસે ગુરુવારે સવારે રિપોર્ટ આપતા જણાવ્યું કે, ક્રેન્સ-મોન્ટાનાના લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ થયો હતો. સ્વિસ મીડિયા અનુસાર દક્ષિણ પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને એજન્સીઓને જણાવ્યું હતું કે, અજાણ્યા કારણોસર વિસ્ફોટ થયો હતો.જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.તેમણે કહ્યું કે,જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા એ દરમિયાન વિસ્ફોટ લગભગ 1:30 વાગ્યે એક લોકપ્રિય પર્યટન સ્થળ લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો.