રિપોર્ટ@દેશ: ઉતરપ્રદેશની ચૂંટણીમાં મોટો ઉલટફેર, ભાજપ અને બસપાને દલિત વોટર્સે કેમ આપ્યો જાકારો? જાણો

 
ચૂંટણી

દલિતોના ભાજપ અને બસપાથી મોહભંગનો ખાસ સંબંધ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે ગત 13 એપ્રિલે બિજનૌરના નહટૌરમાં પાર્ટી ઉમેદવાર દીપક સૈનીના સમર્થનમાં પ્રચાર કરતા કહ્યું હતું કે, આ બંધારણ અને લોકશાહી બચાવવાની ચૂંટણી છે, એક સમયે સમુદ્ર મંથન થયું હતું અને આ સંવિધાન મંથનનો સમય છે.રાહુલ ગાંધી અને અખિલેશ તરફથી વારંવાર બંધારણ બચાવવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં બંધારણ બચાવવાનો મુદો વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો અને આ મુદા સાથે યુપીની ગ્રામીણી જનતા, ખાસ કરીને દલિતોના ભાજપ અને બસપાથી મોહભંગનો ખાસ સંબંધ છે.

એવું માનવામાં આવે છે કે, વિપક્ષ દેશના દલિત સમુદાય સુધી પોતાની આ વાત પહોંચાડવામાં સફળ રહ્યા છે કે ભાજપ બાબાસાહેબના બનાવેલા બંધારણને બદલી શકે છે. પરિણામ આવે છે કે દેશની 131 એસસી એસટી અનામત સીટોમાંથી ભાજપના હાથમાં આ વખતે 55 સીટો આવી છે, જયારે ગત વખતે આવી 77 સીટો ભાજપે જીતી હતી, જયારે એસસી-એસટી અનામત આવી લગભગ 61 સીટો વિપક્ષને મળી હતી. માયાવતીની પાર્ટી બસપાનો વોટ શેર ગત વખતની તુલનામાં 10 ટકા ઘટયો છે. ગઈ વખતે આ વોટ શેર 19 ટકા હતો અને આ વખતે 9 ટકા જ રહી ગયો છે.