રિપોર્ટ@દેશ: ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથે બોલાવી બેઠક, શું UP માં કંઈક મોટું થશે? જાણો

 
Yogi
લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં BJPનું પ્રદર્શન થોડું ખરાબ હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠક દરમિયાન એક વિચારવા લાયક વાત એ બની કે UPના બંને ડેપ્યુટી CM બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય બેઠકમાં હાજર રહ્યા ન હતા. સાથી પક્ષો વતી આશિષ પટેલ, ઓમપ્રકાશ રાજભર, સંજય નિષાદ અને અનિલ કુમાર બેઠકમાં હાજર હતા.

આ સિવાય મંત્રીમાંથી સાંસદ બનેલા અનૂપ વાલ્મિકી અને જિતિન પ્રસાદ પણ બેઠકમાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં BJPનું પ્રદર્શન થોડું ખરાબ હતું. આ તરફ ગઇકાલે NDAની બેઠક પણ યોગી આદિત્યનાથના ચહેરાના હાવભાવ પણ બદલાયેલ જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જોકે બંને નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત નહિ રહેતા અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. આજની બેઠકમાં યોગી આદિત્યનાથે અધિકારીઓને જનતા સાથે સંબંધિત તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે ચેતવણી આપવામાં આવી હતી કે, બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત તેમણે ખાલી જગ્યાઓ પર નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. CM યોગી આદિત્યનાથે લખનૌમાં કાલિદાસ માર્ગ ખાતે તેમના સત્તાવાર નિવાસસ્થાન 'જનતા દર્શન' દરમિયાન જાહેર ફરિયાદ બેઠક દરમિયાન આ સૂચનાઓ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે દરેક હાજરી આપનાર સાથે તેમની ફરિયાદો સમજવા માટે વાતચીત કરી અને સંબંધિત અધિકારીઓને તરત જ તેનું નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે, સામાન્ય લોકો સાથે સંબંધિત કામો નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવે.