રિપોર્ટ@દેશ: ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટ, લેવાયો મોટો નિર્ણય

 
મોદી કેબિનેટ

14,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાઓને મંજૂરી મળી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવક વધારવા માટે કેબિનેટે આજે 7 મોટા નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ 7 કાર્યક્રમો માટે આશરે 14,000 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
2- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.
3- તેમણે કહ્યું, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી છે.
4- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
5- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
6- કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણી મંજૂર.
7- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર એકમ સ્થાપિત કરવા માટે કેનેસ સેમીકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત એકમ 3300 કરોડ રૂપિયાના રોકાણથી સ્થાપિત કરવામાં આવશે. આ એકમની ક્ષમતા પ્રતિદિન 60 લાખ ચિપની હશે. આ એકમમાં બનેલી ચિપ વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહન, ઉપભોક્તા ઈલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર મોબાઈલ ફોન વગેરે જેવા ક્ષેત્ર સામેલ છે. કેબિનેટે 309 કિમી લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપી.