રિપોર્ટ@દેશ: મોદી સરકારે કેબિનેટ બેઠકમાં રૂપિયા 4.5 લાખ કરોડના નિર્ણય લીધા

 
રાજકારણ
સમુદ્ર મંથન સ્કીમ માટે રૂપિયા 84,084 કરોડ મંજૂર કર્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે રૂપિયા 4.5 લાખ કરોડથી વધારેના વિવિધ નિર્ણયન મંજૂરી આપવામાં આવી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ખેલો ઈન્ડિયા સ્કીમ, સમુદ્ર મંથન વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કેબિનેટે કૂલ રૂપિયા 4.51 લાખ કરોડના પ્રોજેક્ટ અને યોજનાને મંજૂરી આપવામાં આવી છે.કેબિનેટે સમુદ્ર મંથન સ્કીમ માટે રૂપિયા 84,084 કરોડ મંજૂર કર્યાં છે. આ સાથે જ ઓફશોર એક્સપ્લોરેશનને વેગ આપવા માટે ઈન્સેન્ટીવને પણ મંજૂરી આપવામાં આવી છે.

સરકારે PM સૂર્ય સરોવર યોજના માટે રૂપિયા 5,070 કરોડ મંજૂરી આપી છે. જે અંતર્ગત 5,000 મેગાવોટ ફ્લોટિંગ સોલર ક્ષમતા વિકસિત કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેલો ઈન્ડિયા સ્કીમ માટે રૂપિયા 36,441 કરોડ મંજૂરી આપી છે. કેબિનેટે PM કિસાન સન્માન નિધિ યોજનાને આગામી 5 વર્ષ સુધી યથાવત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને આ માટે રૂપિયા 3.16 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

કેબિનેટે પ્રધાનમંત્રી કિસાન સન્મન નિધિ (PM-KISAN) યોજનાને નાણાકીય વર્ષ 2026-2027થી વર્ષ 2030-2031 સુધી યથાવત રાખવા મંજૂરી આપી છે. એટલે કે યોજનાને આગામી પાંચ વર્ષ સુધી આગળ જાળવી રાખવામાં આવશે. આ અવધિ માટે સરકારે રૂપિયા 3.15 લાખ કરોડની કૂલ આર્થિક ફાળવણીને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ખેલો ઈન્ડિયા સ્કીમનું વિસ્તરણ અને રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને આપવામાં આવતી સહાયતા વધારવા મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-2027થી વર્ષ 2030-2031 અવધી માટે બન્ને પર કૂલ રૂપિયા 36,441 કરોડ ખર્ચ કરવામાં આવશે.