રીપોર્ટ@પાટણ: સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર, જાણો વિગતવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન સાંસદ ગેનીબે ઠાકોરે ભાજપ પર પ્રહારોપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવે. મંત્રી પોતાના ડિપાર્ટમેન્ટનું સાચું કામ ન હોવા છતા પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન કહી શકાય.ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે પાટણ મુકામે પાટણ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એ પોત પોતાના વિસ્તારની અંદર કુરીવાજો જે છે એની અંદર કાપ આવે. ખર્ચાઓ ઓછા થાય.
સમૂહ લગ્ન તાલુકા કક્ષાએ થાય છે પણ પોતપોતાના ગામોની અંદર થાય અને સમાજની અંદર શિક્ષણમાં વ્યાપ વધે અત્યારે મોટા પ્રમાણમાં જે દીકરીઓને ભણવા માટેની મુશ્કેલી પડતી હોય તો એ અપડાઉન કરતી દીકરીઓને પડે છે. તો તાલુકા કક્ષાએ અને જ્યાં જિલ્લાના મથક છે ત્યાં કન્યા હોસ્ટેલોનું નિર્માણ થાય. રાજકીય, આર્થિક, સામાજિક કે શૈક્ષણિક રીતે સરકારમાં વસ્તીના ધોરણે જે આપણને લાભ મળવો જોઈએ. આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ એ એકઠો થયો વ્યસન મુક્તિમાંથી બહાર નીકળે.તેમણે વધુમાં કહ્યું કે, હું માનું છું ત્યાં સુધી આમાં શું સમાજના વિવિધ સંગઠનો વિવિધ રીતે કામ કરતા હોય છે.
અત્યારે ધારો કે આ બે તાળે ગોળ પાટણ છે તો એ કન્યા હોસ્ટેલનું કામ કરે છે અને અહીં પાટણ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે તો અને બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે. એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાત અને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાયને આમંત્રણ કે, આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, હું માનું છું ત્યાં સુધી કોઈપણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે, અમારી પાસે કોઈ સતા નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ન લાવી શકે તો એ પાવર વર્ગના પ્રધાન આપણે કહી શકાય.